બેતફરી દુનિયા
બેતફરી દુનિયા
વરસુંં જો ધીમો તો કહે, ઝરમર ઝરમર ટપક્યાં કરે છે,
ધોધમાર વરસું તો કહે, કોણ જાણે ક્યારે અટકે છે ?
મારા આવવાથી ખેડૂત અટકેલા કામ આગળ વધે છે,
તો મારાથી કોઈ કામે ગયેલો માણસ ત્યાં જ અટકે છે,
કોઈ આવેલી માટીની મહેક ને ખીલેલી હરિયાળી જુએ છે,
તો કોઈ પડેલા ખાડા અને તૂટેલા રસ્તા જોઈ મને કોસે છે,
જો ના જાવું તો પેલો લાચાર ખેડૂત રડતો જોવા મળે છે,
ગયા પછી ગંદુ કિચડ જોઈ આ લોકો મારી વાતો કરે છે,
વરસુંં નદી, નાળા ને ઝરણાંમાં પાણી છલકાય ઊઠે છે,
જિંદગી જવાના ડરથી કેટલા ગામડા છોડી ભાગે છે,
આ બેતરફી દુનિયાથી લાચાર વરસાદ વરસુંં ?
કે ના વરસુંં ? એવો પ્રશ્ન મેઘરાજાને પૂછે છે.
