STORYMIRROR

Nirali Shah

Tragedy

3  

Nirali Shah

Tragedy

ઘવાયેલી ક્ષણો

ઘવાયેલી ક્ષણો

1 min
269

શ્વાસના મેદાનમાં હર ક્ષણ ઘવાતી જાય છે.

અહીં વ્યક્તિ મરતાં - મરતાં જીવે છે, ને જીવતા -જીવતા મરી જાય છે.


અહીં કોઈને ખબર નથી, કે કોનું શું થશે ?

એક વ્યક્તિ ઓક્સિજન પર જીવી જાય છે,

તો બીજી વ્યક્તિ પૂજા કરતાં મરી જાય છે.

શ્વાસના મેદાનમાં..


કરોડપતિ અબજોપતિ બનવાનાં મોહમાં,

એક નવી ફેકટરી ખોલે છે ત્યારે,

ત્યાં દૂર કોઈ ખૂણામાં એક ગરીબ એક ટંકના,

ભોજન વગર મરી જાય છે.

શ્વાસના મેદાનમાં..


આજના સમાજમાં કૃષ્ણ, અર્જુન કે રામ

જોવા પણ નથી મળતા,

જયારે, કેટલાય દુશાસનો દ્વારા કેટલીય દ્વોપદીઓના ચીર ખેંચાઈ જાય છે.

શ્વાસના મેદાનમાં..


આતંકવાદ આપણા દેશમાં અત્યારે એટલો બધો વધી ગયો છે કે,

કોઈપણ વ્યક્તિ 'હું હિંદુ છું' તેવું કહેતા

ખચકાઈ જાય છે.

શ્વાસના મેદાનમાં..

હવે રામરાજ્ય લાવવા માટે, જરૂર છે એક રામની,

પણ, પોતાની કલ્પના બહારના કળિયુગને જોઈને,

ભગવાન પણ જન્મ લેવાના વિચારથી ડરી જાય છે.

.. શ્વાસના મેદાનમાં હર ક્ષણ ઘવાતી જાય છે.

#TravelDiaries


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy