STORYMIRROR

Nayana Charaniya

Tragedy Inspirational

4  

Nayana Charaniya

Tragedy Inspirational

હા, હું પણ એક શિક્ષક છું

હા, હું પણ એક શિક્ષક છું

1 min
336

શીખું ને શીખવાડું હું પણ છું

નાના અમથા પગારમાં ખુશ છું,


બાળક સાથે હું બાળક છું,

પ્રેમ આપતી હું પણ માતા છું,


બાળકના મનની વાત જાણનાર મિત્ર છું,

રડતો આવે ને એને હસાવનાર હું છું,


ભવિષ્ય ઉજ્જ્વળ બનાવતા પણ શીખવાડું છું,

કોરી પાટી લઈને આવે એને ભવિષ્ય હું આપું છું, 


એક નહિ હું અનેક વિદાય જોઉં છું, 

ખુશ છું દહેજમાં જ્ઞાનગંગા પણ હું આપું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy