STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

દિલની ઇમારતને ખંડેર બનાવી

દિલની ઇમારતને ખંડેર બનાવી

1 min
363

વાત વાતમાં તમને દિલ દઈ બેઠા,

દિલની વાતો તમને કરી બેઠા,

તમારી મીઠી મીઠી વાણીને અમે પ્રેમ સમજી બેઠા,


સરિતા સમજી કર્યો હતો સંગાથ તમારો,

તમે તો સહરાની તપતી રેત બની બેઠા,


અસલી ગુલાબની મહેક સમજી હૃદય ચમનમાં ઉતારો આપી બેઠા,

પણ તમે તો કંટક બની હદયમાં ચુભી બેઠા,


અમે તો વસંતનો વાયરો સમજી દોસ્તી કરી બેઠા,

પણ તમે તો પતઝડ બની હૃદય ચમનને વિરાન બનાવી બેઠા,


અમે તો રાજા સમજી તમને દિલના સિંહાસન પર સ્થાન આપી દીધું,

પણ તમે તો લૂંટારૂ બની દિલની સઘળી દોલત લૂંટી બેઠા,


અમે તો પોતાના સમજી દિલમાં આશરો દઈ બેઠા,

પણ તમે તો દુશ્મન બની દિલની ઇમારતને ખંડેર બનાવી બેઠા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy