પૂછી જો
પૂછી જો
તનહાઈ કેવી કોરી ખાય મનને,
એ કોઈ એકાંતે જીવનારને પૂછી જો.
પાનખરે ખરતાં પુષ્પની પીડા,
એની એ હાલત ફિઝાને પૂછી જો.
ભીડમાં એકલતા કેવી ખૂંચે,
એ મિત્ર છોડી જનારને પૂછી જો.
પારકા પણ બની જાય મૂલ્યવાન,
એ પોતાનાઓ વિના રેહનારને પૂછી જો.
એકલતાના અંધારા માર્ગે જીવન કાપવું કેમ,
એ તો કલમનાં સહારે જીવનારને પૂછી જો.
