આ જીવન જાણે કે ફિલ્મ
આ જીવન જાણે કે ફિલ્મ
આ જીવન જાણે કે ફિલ્મ,
કોઈ રડાવે ને કોઈ હસાવે,
લોકોનું જીવતર જાણે કે ફિલ્મ,
ધીમે ધીમે આગળ વધતી અને
અંત તેનો ગર્ભિત રાખતી,
આ જીવન જાણે કે ફિલ્મ,
પાત્રો આવે ને પાત્રો જાય,
ઊંડી છાપ છોડતાં જાય,
આ જીવન જાણે કે ફિલ્મ,
પડદો પડતાં પૂરું કામ,
છેલ્લે તો બસ રામનામ,
આ જીવન જાણે કે ફિલ્મ.
