મારો દેશ
મારો દેશ
1 min
127
તમને વ્હાલો મને વ્હાલો સૌને વહાલો મારો દેશ,
ચાલો, ઊઠો થાવ તૈયાર
કરવટ બદલે મારો દેશ,
ચૂંટણીના આગમન મંડાણા,
મતદાનના ચોઘડિયાં જોવાયા,
થનગની રહ્યો મારો દેશ,
પ્રચાર માટે પક્ષો ઉમટ્યા
જાણે ચોમાસાનું ઘોડાપૂર
એક સાચો નેતા ચાહે
દિલથી હંમેશા મારો દેશ,
મોટા મોટા વાયદા થતા
વિકાસના સપનાંં દેખાતાં,
જોઈ હરખ ઘેલો થાતો મારો દેશ,
ફરજ સમજીને મતદાન કરતાં,
સાચા અને નેતાના સપનાં જોતાં,
વાસ્તવમાં બધા છેતરાતા,
ચૂપચાપ જોતો મારો દેશ,
રામરાજ્ય ક્યારે આવશે ?
ક્યારે શાંતિ સ્થપાશે ?
વાયદા ક્યારે પૂરા ?
ચિંતા કરતો મારો દેશ.
