મુઠ્ઠી
મુઠ્ઠી
જન્મથી જ બંધાતી મુઠ્ઠી
તો મૃતદેહની પણ જકડાતી મુઠ્ઠી
કળાતું નથી કદીએ કે
કેમ બંધ થાય છે મુઠ્ઠી,
ખાલી હાથ આવ્યા ને
ખાલી હાથ જવાના તો
કેમ બંધ થાય છે મુઠ્ઠી,
મહેનતના છાલાં છૂપાવે છે
કે પછી કિસ્મતની લકીરો
કેમ બંધ થાય છે મુઠ્ઠી,
વળી આંખોની લાચારી બતાવે છે
કે પછી દિલની દાતારી
કેમ બંધ થાય છે મુઠ્ઠી,
કળાતું નથી કદીયે કે
કેમ બંધ થાય છે મુઠ્ઠી.
