STORYMIRROR

jagruti zankhana meera

Drama

4  

jagruti zankhana meera

Drama

જા ...રે...ખારાં સમંદર...

જા ...રે...ખારાં સમંદર...

1 min
260

કદીક મારી આંખોએ, આંસુ થઈ ઉછળે સમંદર,

કદીક સ્વપ્ને મને લાગણીની, ભરતી લઈ છળે સમંદર,


હું એનાં કિનારે રેતીમાં, નામ છૂપા ચીતરું પણ,

ફીણ બની એ આવે, ને મનનાં ભાવ કળે સમંદર,


કોરી જ રહીશ એમ જરા, નક્કી કરી રહું દૂર તો,

મહાકાય મોજું બનીને, પાનીએ આવી મળે સમંદર,


જા રે તું ખારાધૂત રહેજે, આઘો મારાથી સદા,

આમ કહ્યું તો અશ્રુમાં ખારાશ થઈને ભળે સમંદર ! 


લે હવે મારી તીખી નજર તને સળગાવી દેશે, હણી મારી 'ઝંખના', નદીના વિરહે બળે સમંદર !


Rate this content
Log in

Similar gujarati poem from Drama