ઈશ્વરનું વરદાન
ઈશ્વરનું વરદાન
ઈશ્વરનું વરદાન છે પિતા,
ઘરપરિવારની શાન છે પિતા,
સિમેન્ટ, ઈંટોથી બનેલાં,
સઘળાં ઘરની જાન છે પિતા,
સ્નેહના સૂરથી સજ્જ ખુશીનું,
મીઠું, મધુરું ગાન છે પિતા,
શણગારે જીવન બાળકનું,
સંતાનનું અભિમાન છે પિતા,
ડગલે પગલે આપે સહકાર,
વિકાસનું સોપાન છે પિતા,
જીવનનૌકા પાર કરાવે,
એક અનોખું સુકાન છે પિતા,
જે કરે પૂરી ઈચ્છા સૌની,
ધરતી પર ભગવાન છે પિતા.
