STORYMIRROR

Geeta Thakkar

Inspirational

4  

Geeta Thakkar

Inspirational

ચાલને જઈએ

ચાલને જઈએ

1 min
256

ચાલને જઈએ ધુમ્મસને પેલે પાર.

સ્નેહના ફૂલોમાં હોય ના કોઈ ખાર.


હલકી હો આખીય સફર જીવનની,

ઈચ્છાઓનો ના હોય જરાયે ભાર.


ભેદ ના હોય પરાયાનો ક્યાંય જરા,

દિલથી દિલનાં મળતાં હો જ્યારે તાર.


વિશ્વાસ વસેલો હો સૌના હૈયે,

ના કદી કોઈ કરે પીઠની પાછળ વાર.


દાવ, રમત સૌ કોઈ રમે દુનિયામાં,

સંબંધોમાં તો હોય ના જીત કે હાર.


ખુશીઓની સદા જ્યાં છોળો ઉડે,

ના વહે કોઈ આંખેથી અશ્રુ ધાર.


"ગીત" મળે જો આવું ગમતીલું ગામ,

થાય પછી તો જીવનનો બેડો પાર.

        


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational