Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Geeta Thakkar

Inspirational

4  

Geeta Thakkar

Inspirational

અવતરું

અવતરું

1 min
338


હે ખુદા ! બંદગી એક કાયમ કરું,

જ્યાં સુધી હું જીવું નિત્ય તુજને સ્મરું,


ક્યાંક ઈચ્છાઓ કોઈની કરવા પૂરી,

આભમાંથી સિતારો કો' થઈને ખરું,


દીનદુ:ખિયાનાં નિર્મૂળ સૌ દુ:ખ કરી,

સૌની આંખોનાં અશ્રુઓ સઘળાં હરું,


જિંદગીની સફરમાં મળે એમને,

મધમીઠાં સ્નેહકેરા સુમન ખુબ ધરું,


માણસાઈની રાહે જ ચાલું સદા,

ઝોળી અઢળક ખુશીથી બધાની ભરું,


પાપનું પોટલું ફેંકીને બસ પછી,

તો સરળતાથી સંસાર સાગર તરું,


લાગણીથી છલોછલ જે નિતરે હૃદય,

"ગીત" ત્યાં હોઠ પર સ્મિત થઈ અવતરું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational