STORYMIRROR

Geeta Thakkar

Romance

4  

Geeta Thakkar

Romance

પહેલી નજર

પહેલી નજર

1 min
375

કોઈ સાથે જ્યાં મળી પહેલી નજર,

જિંદગીની થઈ સુહાની ત્યાં સફર,


આવશે એ આંખનાં રસ્તે કદી,

એટલે રાખી સજાવી મેં ડગર,


જાદુઈ કામણ થયાં કેવા હવે,

ના રહેવાતું એક પળ એના વગર,


ભાન ભૂલી ક્યાં હું તો ખોવાઈ ગઈ,

થઈ દિલોદિમાગ પર એવી અસર,


એ ગયાં ખાલી કરી ઘર એમનું,

સાવ સૂનું થઈ ગયું આખું નગર,


બંધ દિલ ધડકી ઊઠ્યું શાને હશે ?

એ નક્કી સ્પર્શયા હશે મારી કબર,


"ગીત" પ્રાર્થે આજ પ્રભુને એટલું,

પ્રેમ દુનિયામાં રહે સૌનો અમર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance