બહુ યાદ આવે
બહુ યાદ આવે
બધુ અહી સપનું જ છે છતાં
યાદ એમની બહુ આવે
આશમાં નિરાશા જ છે છતાં
અહેસાસ એમનો બહુ યાદ આવે છે
નિરાંતે બેસવાની સાથે જ
હાથ એમનો બહુ યાદ આવે છે
બધા પંથ મળ્યા પણ કદાચ
પ્રેમ એમનો બહુ યાદ આવે છે
નીદરમાં ઘણી વ્યસ્ત રહી પણ
શ્વાસ એમનો બહુ યાદ આવે છે
સવારથી સાંજ સુધી એકદમ ચૂપ રહી પણ
એકાંતમાં બહુ યાદ આવે છે
અંતમાં પણ અર્થ મળ્યો પણ
આનંદમાં બહુ યાદ આવે છે
જીવનમાં જીત મળી પણ
હાર માં પણ બહુ યાદ આવે છે

