STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

ચાલ આજે

ચાલ આજે

1 min
467

ચાલ આજે વરસાદની મૌસમમાં વરસતા જઈએ

દરિયાના પાણીને તરસતા જઈએ


સંબંધોને તો જાણીને સાચવી લીધા

મળવાને કાજે ચાલ અમસ્તાં જઈએ


આપણે ક્યાં જગ્યા જોઈએ છે

મનને મૂકવા ચાલ ખસ્તા જઈએ


આ નિર્જન વેરાનને શું કરશું

એક પરિવાર બાંધીને વસતા જઈએ


દરેકને છે એક મુઝવણની વાત

ચાલ થોડું જીવીને હસતા જઈએ


Rate this content
Log in

Similar gujarati poem from Romance