STORYMIRROR

Dharmesh Chauhan

Romance

4  

Dharmesh Chauhan

Romance

શું આ પ્રેમ હોઈ શકે ?

શું આ પ્રેમ હોઈ શકે ?

1 min
531

આમ, અચાનક ! હા અચાનક,


આવતો પ્રેમનો ઉભરો પ્રેમ હોઈ શકે ?

મનોમન ચાહતનો ખ્યાલ પ્રેમ હોઈ શકે ?


વિખરતા વાદળોને, હળવી લાગણીઓ,

કયા શબ્દોમાં માંગી શકું આ મીઠી માંગણીઓ,

હળવા પળોમાં મિલન, ને પરિભાષા પ્રેમની,

શું ? આમ આબેહૂબ શબ્દોને ચિતરવું,

 પ્રેમ હોય શકે ?


પ્રેમથી જુઓ તો સાવ ભોળી, નાજુક ને સ્નેહ સભર,

એના આવવાની આતુરતા ને ઝંખના મનોમન,

શું આ પ્રેમ હોઈ શકે ?


વહેલી પરોઢનું પ્રકાશનું ઝગમગતું ઝાકળ, ને'

અધૂરા ક્ષણો અને નિ:સ્વાર્થ પ્રેમની લહેર, કે '

કોઈ ગમતું ગુલાબ..., ને ગુલાબના ફૂલ જેવી,

કોઈ સ્પર્શ એને તો લજામણીના છોડ જેવી.


શું આ બધું પ્રેમ હોઈ શકે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance