પતંગ પ્રેમની...
પતંગ પ્રેમની...
દોર લઈ પ્રેમની ઉડાવુૃ પતંગ તારા વ્હેમ'ની,
અળવિતરું સરનામું લખુ, પણ ગૂંચવાય છે દોર જેમ'ની,
કાલીઘેલી બની વહે મારા શ્વાસમાં, વાયુવેગ જેમ'ની,
આવતું પવનનું ઝાંપટું ફાડે છે પતંગ પ્રેમની,
પછી શી રીતે ઉડાડું પતંગ વ્હેમની ?
અગાશીમાં નિરખું બગીચો પ્રેમનો,
જોઈ મને જાણે ફૂલો કરમાવે જીવ એમનો,
ઉડે છે પતંગિયા જેમ બગીચામાં, લઈને ફૂલોની મહેક,
હું ઉડુ તારા અગાશીનાં આકાશમાં લઈને તારા મારા સમણાઓ,
ને, આવે ન વાયરાનું ઝાપટું થાય સમણાનું માવઠું,
પછી શી રીતે ઉડાડું પતંગ વ્હેમની ?
હવાના આશરાથી છુટો મુકેલ પતંગ તારો,
કાપે પળભરમાં પાકી દોરથી પતંગ મારો,
થાય કેવી હો- હાં દેખી કપાયેલ પતંગમાં મારો,
લુટે છે સૌ કોઈ રેલાયેલ રંગ-રંતુબલ પતંગ મારો,
પછી શી રીતે ઉડાડું પતંગ વ્હેમની ?

