STORYMIRROR

Geeta Thakkar

Classics Inspirational

4  

Geeta Thakkar

Classics Inspirational

મોક્ષમાળા

મોક્ષમાળા

1 min
349

"હું" હૃદયમાંથી હટાવી ફેરવીએ મોક્ષમાળા.

સૌને અંતરથી ખમાવી ફેરવીએ મોક્ષમાળા.


વેરવૃત્તિ, લોભલાલચ, ક્રોધ, નફરત, કુળકપટનાં,

ચિતમાંથી જાળાં ફગાવી ફેરવીએ મોક્ષમાળા.


સત્ય, સત્કર્મો, ભલાઈ, માણસાઈનાં હલેસે,

નાવ જીવનની તરાવી ફેરવીએ મોક્ષમાળા.


મૌન, ચિંતન, શાંતિ, સતપદ, સર્વદર્શન, સ્નેહસુમને,

માળિયું મનનું સજાવી ફેરવીએ મોક્ષમાળા.


જે તમસ અંતરમાં ફેલાયું કરીને દૂર સઘળું,

જ્ઞાનનો દીપક જલાવી ફેરવીએ મોક્ષમાળા.


મોહમાયા ત્યાગી, પ્રભુનું નામ જાપી, શુદ્ધ મનથી,

ધર્મની ધૂણી ધખાવી ફેરવીએ મોક્ષમાળા.


"ગીત" હાંકીને વિચારો વાસના કેરા વિષયનાં,

ઈશને હૈયે વસાવી ફેરવીએ મોક્ષમાળા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics