શ્યામ
શ્યામ
1 min
298
મન મીરાં તન રાધા હર શ્વાસમાં શ્યામ,
નિત ધડકે અંતરનાં આવાસમાં શ્યામ.
મીરાંના મુખ, રાધાના રુદિયામાં,
હૈયાની આશ અને વિશ્વાસમાં શ્યામ.
મૂર્તિ મનમોહક માધવની વસે જ્યાં,
આંખોની અટારીએ સદા પાસમાં શ્યામ.
વિચારોનાં વૃંદાવનમાં કાયમ,
ચિતનાં ચોકમાં, ઊર્મિમય રાસમાં શ્યામ.
વેણુનાં વાદન ને ખુશીનાં ગાયન,
સૌ ઉરનાં ઉમંગ અને ઉલ્લાસમાં શ્યામ.
જીવનની સુરીલી કવિતાઓની,
સ્નેહસભર પંક્તિઓનાં પ્રાસમાં શ્યામ.
નસ નસમાં વહે કણ કણમાં રહે તે છતાં,
ના બુઝાતી જે કદી એ પ્યાસમાં શ્યામ.
