STORYMIRROR

Geeta Thakkar

Inspirational

4  

Geeta Thakkar

Inspirational

કારણ વગર

કારણ વગર

1 min
399

ના કશું કૈં પણ બને કારણ વગર,

કોઈ ના આવી મળે કારણ વગર,


હોય ભીતર માંગણી કોઈક ત્યાં,

મંદિરે પગ ના વળે કારણ વગર,


જોડતું સ્વાર્થનું બંધન સહુને જ્યાં,

કોઈ અમથું ના નમે કારણ વગર,


લાગણીનાં તાર જોડે જ્યાં હૃદય,

કોઈ ત્યાં ભીતર વસે કારણ વગર,


સૌ છે સંજોગો તણા શિકાર જ્યાં,

અન્યને એ ના છળે કારણ વગર,


ત્યાં ઋણાનુબંધ કોઈ તો હશે,

લાગણીના સળવળે કારણ વગર,


દર્દ છાનું કોઈ તો ભીતર હશે,

"ગીત" આંખો ના ગળે કારણ વગર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational