STORYMIRROR

Geeta Thakkar

Inspirational

4  

Geeta Thakkar

Inspirational

પરિત્રાણ છું

પરિત્રાણ છું

1 min
324

પુષ્પમાં ધબકી રહેલો પ્રાણ છું,

સ્નેહનું નોખું જ એક સંધાણ છું,


રાત અંધારી હો નિરાશા ભરી,

આશ થઈને નિત્ય ઊગતો ભાણ છું,


ચોતરફ જખમી ઘણી સંવેદના,

પ્રેમની શીતલ સદા રસલ્હાણ છું,


મનથી મનનું કાપવા અંતર બધું,

લાગણીનાં તારનું જોડાણ છું,


આંખમાં છલકાતી મીઠી યાદ ક્યાંક,

કો' અધરનાં સ્મિતનું રોકાણ છું,


આજને માણું, ફિકર ના કાલની,

બસ ખુશીઓ વ્હેંચીને રમમાણ છું,


લાગણીઓ છો કરે 'ઘાયલ' પરંતુ,

"ગીત" સંબંધો તણું પરિત્રાણ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational