STORYMIRROR

Chhaya Shah

Romance

4  

Chhaya Shah

Romance

સમય

સમય

1 min
413

મનુષ્યને પોતાની રીતે બદલી નાખે છે એ તો,

યાદ રહેશે હંમેશા આ સમય અમને તો.


કંઈક અલગ રીતે નિભાવીએ સંબધ અમે તો,

જાજુ નહિ પણ થોડું, યાદ આવશુ અમે તો.


સુકાઈ ગયેલા ગુલાબની પાંદડી જેવા અમે તો,

હર તરીકેથી ઉપયોગી થયા તમને અમે તો.


દિલ તો તમારું પણ રડશે યાદ અમારી આવે તો,

અશ્રુ પણ વહેશે સાદ અમારો સંભળાય તો.


યાદ પણ રહી જશે આ સમય તમને તો,

ભૂલવા ના મથશો યાદ આવે આ સમય તો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance