વાર નહિ લાગે
વાર નહિ લાગે
સવારને રાત થતા વાર નહિ લાગે
ઝાકળને પાણી થતા વાર નહિ લાગે,
ફૂલોને કરમાંતા વાર નહિ લાગે
ગમતી વાતને ભૂલતા વાર નહિ લાગે,
પર્ણને ખરતાં વાર નહિ લાગે
છોડને સૂકાતા વાર નહિ લાગે,
કાગળને ભૂંસાતા વાર નહિ લાગે
કલમને છોડતા વાર નહિ લાગે,
નજરને ભૂલતા વાર નહિ લાગે
મનને શાંત કરતા વાર નથી લાગતી,
સપનાને સાકાર કરતા વાર નહિ લાગે
જીવનને મુરઝાતા વાર નથી લાગતી.

