કવિતા બની
કવિતા બની
કિરણો મળીને કવિતા બની ગઈ
સાગર મળ્યો બસ સરિતા બની ગઈ,
ચાંદની મળીને કૃતિ બની ગઈ
વાતાવરણમાં વીજળી ચમકી ગઈ,
દરિયો મળીને ક્ષમતા બની ગઈ
પ્રકૃતિના ખોળે રમતી મમતા બની ગઈ,
ધરતીમાં રમતી બાળા બની ગઈ
ચાદર ઓઢાડી ને રાત બની ગઈ,
પાનેતર ઓઢી ને પ્રેમિકા બની ગઈ
શબ્દો મળીને મારી રચના બની ગઈ.

