માનવ બનતો જાઉ
માનવ બનતો જાઉ


કદાચ કાલે હું હોઉં ન હોઉં
લાવ આજને સવારતો જાઉં,
સપનાં અધૂરા ન રહી જાય
લાવ સપના સાકાર કરી જાઉ,
કંઈ જ આવવાનું નથી સાથે
લાવ સંસ્મરણો મૂકતો જાઉ,
વેર ઝેર ને જરા ભૂલતો થાઉં
લાવ ખોટું કરતો અટકી જાઉ,
સૌની સાથે હવે ભળતો થાઉં
લાવ અદેખાઈ છોડતો જાઉ,
લાગણી સાથે હસતો થાઉં
'વાલમ' માનવ બનતો જાઉ.