Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti rathod "krushna"

Drama

4  

Jagruti rathod "krushna"

Drama

આવી શું ટેવ રે

આવી શું ટેવ રે

1 min
246


ઓ કાન્હ ! તને આવી શું ટેવ રે....? 


યમુના કિનારે આવી પજવે સતાવે, 

પછી મુખ જોઈ પૂછે , આમ કેમ રે.....? 

ઓ કાન્હ ! તને આવી શું ટેવ રે.....? 


પિરસું ગોરસ તારે ખાવા નહીંને, 

ગોપી ઘેર તું કરે રેલમછેલ રે...... 

ઓ કાન્હ ! તને આવી શું ટેવ રે....? 


અધરે બંસી ધરી છેડે તું સૂર જ્યારે, 

દોડે મન જાણે મળવાની નેમ રે...... 

ઓ કાન્હ ! તને આવી શું ટેવ રે.....? 


મનડું મોહે તું કાન્હ ચિત્તડું ચોરે ને, 

પછી છૂપાયે આભે ચાંદ જેમ રે...... 

ઓ કાન્હ ! તને આવી શું ટેવ રે.....? 


વિનંતી કરૂ કાન્હ ઝાલી લેજે હાથ, 

મારા ભવનાં બંધન છૂટે એમ રે...... 

ઓ કાન્હ ! તને આવી શું ટેવ રે.....?


Rate this content
Log in

Similar gujarati poem from Drama