શાક
શાક
ઘરમાં રોજ થાયે કકળાટ
આજે શેનું બનાવ્યું શાક ?
ઘરની રાણીને એક સંતાપ
હવે શેનું બનાવું શાક ?
કોઈને ભાવે રીંગણ તો કોઈને પરવળ
રોજ કેટલા બનાવું શાક ?
આલુ તો હર શાકમાં ભળે ને
કાંદાએ સજાવ્યું શાક,
ક્યારેક મરચું વધુ તો ક્યારેક નમક !
અરે, કેવું બનાવ્યું શાક ?
તડકાની સુગંધ ચોમેર વ્યાપે
કયું મસ્ત બનાવ્યું શાક !
ખજાનો શાકનો શિયાળે ને
ઉનાળે પડતો અકાળ,
હોય ભલે પકવાનોની ભરમાર
પણ હૈયું ઠારે એ છે શાક !
