એ મુલાકાત
એ મુલાકાત
હર પલ યાદ આવે છે મને,
છેલ્લી એ મુલાકાત.
ચહેરા પર વિસ્મય ને,
હતી આંખોમાં ચમક,
જ્યારે થઈ હતી એ મુલાકાત,
ક્ષણભરમાં તો જાણે,
વરસી પડી પ્રશ્નોની વણઝાર,
એ તો કેવી હતી એ મુલાકાત !
મળીને પણ ન મળાયું ને,
થઈ કેવલ આંખોથી વાત,
થઈને પણ ન થઈ શકી એ મુલાકાત,
વહાણાં વાયાં વર્ષોનાં ને,
વીતી ગઈ છે રાત.
કાશ ! ફરી એક વાર થાય એ મુલાકાત.
