ઋતુ બદલાણી
ઋતુ બદલાણી
1 min
327
ગઈ ઠંડીને આવી ગરમી
ભાઈ ઋતુ બદલાણી,
પાછી ગઈ ગરમીને આવી વર્ષારાણી ભાઈ ઋતુ બદલાણી,
ગરમી પછી ઠંડી ને ઠંડી પછી ગરમી
વળી દસ્તક દે વર્ષારાણી
ભાઈ ઋતુ બદલાણી,
એક મોસમમાં સેટ થયાં ત્યાં તાપમાને બાંયો ચડાવી
ભાઈ ઋતુ બદલાણી,
શિયાળામાં ગરમી ગમે ને
ઉનાળામાં ઠંડી
છે માનવજાત અવળચંડી
ભાઈ ઋતુ બદલાણી,
દેખી મોસમની સંતાકૂકડી
મોડેથી એક વાત સમજાણી
ભાઈ ઋતુ બદલાણી,
છે જીવન કેરી એ જ કહાણી
સુખ ને દુઃખની ખેંચમતાણી
ભાઈ ઋતુ બદલાણી.
