STORYMIRROR

Rekha Patel

Drama

4  

Rekha Patel

Drama

વહેતી હવા

વહેતી હવા

1 min
241

હવા વહેતી થઈ, સૂસવાઈ ગઈ આ મેહુલામાં, 

જરીક ફોરા વહેતાં થયાં તો પલળી ગઈ મેહુલામાં, 


આમ તો માઝમરાતે વહેવાનું પણ લીધું છે, 

પણ સૂસવાટાનાં કારોબારમાં પલળી ગઈ મેહુલામાં, 


ધૂંવાધાર વરસાદ ને વાવાઝોડાનું થયું આગમન, 

આમતેમ અથડાતા પલળી ગઈ મેહુલામાં, 


હવે તો ભીંનાશની મોસમ ને માટીની છે ફોરમ, 

ઉછળતાં શ્વાસનાંં આગમનમાં પલળી ગઈ મેહુલામાં, 


ઉઘાડાં બારી બારણાંમાંથી વસી છે ઓરડામાં આવીને, 

વાછટની ઝરમરથી પલળી ગઈ મેહુલામાં, 


ચાલને, મોસમનાં આગમનને વધાવવું છે, 

વનરાઈઓમાં વને વને ઝૂલતી પલળી ગઈ મેહુલામાં, 


Rate this content
Log in

Similar gujarati poem from Drama