વાત બને
વાત બને
ખારાશથી ભરેલી આ જિંદગીમાં
કોઈ પોતાનું જો મળે તો વાત બને,
આમ જ વિખરાયેલા સંબંધોની જિંદગીમાં
કોઈ સંબંધ સાચવનારુ મળે તો વાત બને,
જિંદગી તો સૌની છે તકલીફથી ભરેલી
એમાં જો કોઈ સાથી મળે તો વાત બને,
ભીડ તો જામે વાત વાતમાં સમાજમાં
એમાં જો કોઈ રાહદાર મળી જાય તો વાત બને,
નાની મુશ્કેલીથી હારનાર જીવનમાં ઘણાં
એમાં હિંમતભેર જીવી બતાવે તો વાત બને.
