STORYMIRROR

purvi patel pk

Drama

4  

purvi patel pk

Drama

ગુરુ વંદના

ગુરુ વંદના

1 min
386

આવ્યો આવ્યો અષાઢ સુદ પૂનમનો દન રે, 

થયો તે 'દિ ગુરુ વેદ વ્યાસનો જન્મ રે, 


કહેવાય ત્યારથી એ વ્યાસ પૂર્ણિમા રે, 

શાસ્ત્રો કહે ગુરુનો ઘણો મહિમા રે,


'ગુ' --કહે હું તો ગાઢ અંધકાર રે,

'રુ' --કહે હું તો પૂરણ પરકાશ રે,


ગુરુ મને મારા સુધી લઈ જાય રે, 

શબ્દો વગર ભાવ સમજી જાય રે, 


ચિંતા બધી સોંપી સદગુરુના ચરણે રે,

ગુરુ શરણે ગયા હવે ભય શાનો રે, 


જીવનમાં ગુરુ લાવે જો અરુણિમા રે,

થઈ જાય તે દિવસ ગુરુ પૂર્ણિમા રે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama