રહસ્ય
રહસ્ય
છાનુંમાનું કોઈ કાનમાં કંઈક કહી જાય છે
રહસ્ય છે આ રહસ્ય મનમાં રહી જાય છે,
માનવ સ્વભાવનું રહસ્ય કોણ જાણી શકે છે ?
રહસ્યને જાણવા સંવેદનશીલ બની જાય છે,
લોભ, મોહ, મદ, અહંકાર કેમ આવી જાય છે ?
માનવના ગુણદોષનું એ ચિતાર કરી જાય છે,
રહસ્યને રહસ્ય રાખવું અઘરું બની જાય છે
માનવને સમજવો અઘરો બનતો જાય છે.