ગુરુપૂર્ણિમા
ગુરુપૂર્ણિમા
જીવનમાં સફળ બનવા માર્ગદર્શનની જરૂર છે
ફક્ત માર્ગદર્શન નહીં યોગ્યતાની જરૂર છે,
માતા જેવું યોગ્ય માર્ગદર્શન કોણ આપી શકે ?
માતાના સ્નેહ સાથે સંસ્કારની જરૂર છે,
કોઈ કહે કે ગુરુ તો આધ્યાત્મિક જ જોઈએ
ઈશ્વર માર્ગે જવા આધ્યાત્મિક જ્ઞાન જોઈએ,
માતાપિતા જેવું સારું જ્ઞાન કોણ આપી શકે ?
માતાપિતાના આશીર્વાદરૂપ જ્ઞાન જોઈએ,
ચોવીસ ગુરુઓ કર્યા હતા ગુરુ દત્તાત્રેય ભગવાને
પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ ગુરુ દત્તાત્રેય જેવો હોવો જરૂરી છે,
શીખ જ્ઞાન પ્રાપ્તિ જિજ્ઞાસા ઉત્તમ શિક્ષક આપે છે
એવા સદગુરુ ઉત્તમ શિક્ષકની આજે ખરેખર જરૂર છે.
