STORYMIRROR

Pratiksha Pandya

Drama

4  

Pratiksha Pandya

Drama

મેહુલિયો વરસ્યો

મેહુલિયો વરસ્યો

1 min
370

આજ મોસમનો પહેલો મેહુલિયો વરસ્યો, 

ને ટીપે ટીપે તરસી ધરાનો શ્વાસ મહેક્યો,


સૂતાં છે તડકા વાદળ ઓઢી, ને વીજ ચમકે,

નેવાએ સરતાં જલબુંદોએ નાદ નભે ગૂંજ્યો,


ખેડૂ આશ લ્હેરે, નમ આંખે પાકોના ઢગ ખડકે,

કલરવ પંખીના પલળી વર્ષાએ શેઢાને ચૂમ્યો,


મેહુલિયા ધારે ધારે નેણો નવોઢાનાં શરમાયે,

 પ્રેમનાં લીપણ આંગણ મ્હીં ઓરડે એ દીપ્યો,


ભીતર ભમતાં હરખે ખૂંદી આતમ નેસડા રૂડાં,

મેહુલિયાએ ભર્યો ભંડાર, ઈશ કૃપાએ ખીલ્યો !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama