STORYMIRROR

Rajeshri Thumar

Drama

4  

Rajeshri Thumar

Drama

મુજ પજવે

મુજ પજવે

1 min
352

ઊગતી ઉષાએ જો વરસે અનરાધાર,

મળતી છૂટી શાળા તણી લગાતાર,

લાગતું અતિ વ્હાલું તુજ મિલન,

તારું આમ આવ-જા કરવું મુજ પજવે.


લાવું સંગ છત્રી તો તું છૂપાતો,

તારા વિરહે રસ્તો પણ સૂનો પડતો,

તારા વિયોગે હું નયને વરસતી,

ઊગતી ઉષાએ યાદ મુજ પજવે.


ભીંજાતા ચોપડીને દફતર તુજ સંગ,

આવતી વેળા તું રસ્તે જ ભટકે,

રમતી ઝરમર વર્ષાએ ખાબોચિયા સંગ,

લાગે તું વ્હાલો એથી વધુ મુજ પજવે.


થતી મમ્મી ગુસ્સે જો રમું તુજ સંગ,

પી જતી ગુસ્સો પણ તુજ મિલને,

ગુસ્સો કરું કે હેત વરસાવું તુજ મિલને,

તારી આ તોફાની મસ્તી મુજ પજવે.


ઉષાએ તું દે વિરહ ને બપોરે મિલન,

તારી આ નટખટ રમત મુજ પજવે,

અગાઢ થઈ દોસ્તી તુજ સંગ,

રોજ તારું મિલન, વિયોગ મુજ પજવે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama