STORYMIRROR

Deviben Vyas

Drama Others

4  

Deviben Vyas

Drama Others

યાદ તારી સળવળી

યાદ તારી સળવળી

1 min
269

પાન લીલુંછમ હતું, ને, યાદ તારી સળવળી,

ધૈર્ય અંજુમન હતું, ને, યાદ તારી સળવળી,


બૂંદ જ્યાં વરસાદનું આવ્યું, ગયું મન ભીંજવી,

પ્રેમનું પડઘમ હતું, ને, યાદ તારી સળવળી,


સ્વપ્ન કારોબાર કરતો રહ્યો મિલન તણો,

ભાવનું સપ્તમ હતું, ને, યાદ તારી સળવળી,


આંખ જ્યાં ઉઘડી, વિયોગી ભીતરે ભાંગી પડી,

દર્દનું માતમ હતું, ને, યાદ તારી સળવળી,


સાદ દઈ બોલાવતી, આવી સખીઓ ખોળતી,

લાજનું નિયમન હતું, ને, યાદ તારી સળવળી,


હાંક આજે, હલબલાવી ગઈ સજડ એકાંતને,

શાંત ને મોઘમ હતું, ને, યાદ તારી સળવળી,


ને હવા સંદેશ ફેલાવી રહી, મિલન તણો,

જાતનું જોખમ હતું, ને, યાદ તારી સળવળી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama