જિંદગીની કિતાબ
જિંદગીની કિતાબ
ખોલી મેં જિંદગીની કિતાબ
તો યાદોના સરનામાં મળ્યાં,
ખોવાઈ ગયેલાં સંસ્મરણો,
આજ વળી તાજાં થયાં,
સગપણ વિનાનાં સંબંધો મળ્યાં
જાણે વરસાદના ફોરાં પડયાં
ખોલી મેં જિંદગીની કિતાબ
તો સ્નેહના સરનામાં મળ્યાં,
કેવાં હતા મિત્રતાના સંબંધો,
કયાંક મિલન, તો કયાંક વિયોગ,
તો કયાંક મીઠાં ઠપકા મળ્યાં,
કયાંક દોસ્તી, કયાંક દુશ્મની,
કયાંક પ્રેમ તો કયાંક ઉદાસી મળી,
ખોલી મેં જિંદગીની કિતાબ
તો સ્નેહના સરનામાં મળ્યાં,
કયાંક ખુશી તો કયાંક ગમ,
કયાંક વાદ તો કયાંક વિવાદ
કયાંક હેત તો કયાંક ક્રોધ
આમ રચાયાં સ્નેહના સંબધ
પ્રથમ થયું મિલન પછી વિયોગ
ખોલી મેં જિંદગીની કિતાબ
તો સ્નેહના સરનામાં મળ્યાં.
