ક્યારે મલશું પાછાં
ક્યારે મલશું પાછાં
જીવનમાં હવે કયારે મલશું પાછા,
ઓ સાયબા મારા ઓ.
સમય હવે તો આપણો બદલાયો,
નથી રહયાં તમે હવે મારા રે,
છુટયાં તે સાથ આજ આપણાં રે,
કેમ રે હવે જીવાસે તારા રે વિના.
વિરહ કેરી રાતલડી, રોઈ રોઈ જાય,
દદૅ મલ્યાં આ દિલને, કેમ રે સાજન વિસરાય,
ભુલ થઈ અમારી, કે તુજ સંગ બાધી પ્રિત,
હાલત બગાડી ગઈ, તું તો રે અમારી.
આંખલડી જુવે તારી વાટ રે, સાયબા મારા,
શમણાં મેં સજાવ્યા રે, તારા તે નામના,
ભ્રમ મારો તોડી,તું તો ચાલી આ દુનિયા છોડી,
કયાં મારો સાયબો, ગોતું હું દિન રાત.
મનથી માની લીધાતાં, તમને અમારાં,
રુધિયામાં રાખ્યાં, અમે તો તમને ઓ સાજનાં,
દુઃખનાં દરિયાં રેલાવી ગઈ, બની તું તો એક શમણું,
પ્રિતની રીત ભુલાવી, અમને વેરી બનાવી ગઈ.

