બાલુડા
બાલુડા
અમે બાલુડા પ્યારા આંભેથી ઊતરી આવ્યા,
પ્રભુ તણી પ્રસાદી અમે ન્યારા આ ધરામાં આવ્યા !
કદીક અમે સપનામાં ઘૂમવાને દોડી જતા,
કદીક અમે વનવગડામાં આમતેમ ખૂંદી વળતા !
પરીઓ સંગાથ અમે વાત નવી મજાની કરતા,
સૂરજદાદાની સંગાથે પકડા પકડી જુઓ કરતા !
તારલા તો અમને ચકચકતા આભે લઈ ભમતા,
વાયદાના દેશમાં અમે તો ડોલતા ડોલતા ફરતા !
દાદા દાદીના દુલારા અમે આંખોના તારા બનતા,
અમે બાલુડા મોટા થઈ દેશના નવા સપના ઘડતા !
