હરખની હેલી
હરખની હેલી
હેલી આવી હેલી આવી
મારા હરખા ભાઈની હેલી આવી,
આવે ત્યારે થોડું થોડું હસે
હસતી જાય ને ઘણું રમે,
હેલી આવી હેલી આવી
મારા હરખા ભાઈની હેલી આવી,
ઘરમાં આનંદ લેતી આવી
કાલુ કાલુ બોલતી હેલી આવી,
આવ ભાઈ હરખા આપણે બેઉં સરખા,
હેલી સાથે મારી દીકરી ખેલી
બંને દીકરીઓ આનંદથી ખેલી,
હેલી આવી હેલી આવી
હરખા ભાઈની હેલી આવી,
બે નાની દીકરીઓ રમતી હોય
હરખની હેલી લાવતી હોય,
એ દીકરીઓ જો આપણી જ હોય
આનંદ કેવો આપતી હોય.
