દવાખાનામાં ડૉક્ટર
દવાખાનામાં ડૉક્ટર
1 min
247
છે બીજું રૂપ ડૉક્ટર સાક્ષાત ભગવાનનું,
જગાવે છે આશાઓ દવાખાનામાં ડૉકટર,
નાડી પકડીને પારખી જાય છે બધાં રોગ,
રચાવે છે કૌતુક નવું દવાખાનામાં ડૉક્ટર,
પૂછે છે ખબર - અંતર આવી પ્રેમ ભાવથી,
અપાવે છે દવા, ગોળી દવાખાનામાં ડૉક્ટર,
બાંધે છે નાતો અનેરો દર્દી સાથે મજાનો,
બતાવે છે સત મારગ દવાખાનામાં ડૉક્ટર,
બચાવે છે જિંદગી દવાખાનામાં ડૉક્ટર,
હસાવે છે જિંદગી દવાખાનામાં ડૉક્ટર.
