શિક્ષક
શિક્ષક
1 min
463
સતનો મારગ બતાવે શિક્ષક,
જ્ઞાનનો મહિમા ગાવે શિક્ષક,
કરે સદા એ, શિષ્યની ચિંતા,
સૌનાં જીવન ચમકાવે શિક્ષક,
શિસ્ત, ક્ષમા, કરૂણાની મૂર્તિ,
સંસ્કારનાં બીજ વાવે શિક્ષક,
અર્પે છે બાળકને માનો પ્રેમ,
જીવનનાં પાઠ ભણાવે શિક્ષક,
દેવોથી ઊંચું છે જેનું સ્થાન,
અજ્ઞાનતાને દૂર ભગાવે શિક્ષક.
