ચોમાસું
ચોમાસું
1 min
197
હળવે હળવે આવે ચોમાસું,
આનંદ, ઉમંગ લાવે ચોમાસું,
રાનમાં વરસે,
મેદાનમાં વરસે,
સૌ કોઈને હરખાવે ચોમાસું,
સાગરમાં વરસે,
પાદરમાં વરસે,
જગ તાતને હસાવે ચોમાસું,
ઝાડમાં વરસે,
પહાડમાં વરસે,
મેઘધનુષ આભે રચાવે ચોમાસું,
વાડીમાં વરસે,
ઝાડીમાં વરસે,
નદિયુંમાં નીર વહાવે ચોમાસું,
ઝરમર વરસે,
ધોધમાર વરસે,
ધાનના ઢગ ઉપજાવે ચોમાસું.
