STORYMIRROR

Zala Pravinsinh J.

Tragedy

4  

Zala Pravinsinh J.

Tragedy

પ્રભુ

પ્રભુ

1 min
359

કેટલી પરીક્ષા લઈશ પ્રભુ ?

કેટલી નિરાશા દઈશ પ્રભુ ?


દેજે સહન કરવાની શક્તિ,

તું રાખે એમ હું રહીશ પ્રભુ,


ના સૂણે ફરિયાદ કો' અહીં,

હું તો રોજ તને કહીશ પ્રભુ,


છેતરે ભલે જગતાતને જન,

તારા ભરોસે હું જીવીશ પ્રભુ,


ખાવો પડે ભલે સૂકો રોટલો,

હૈયામાં હામ હું રાખીશ પ્રભુ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy