ખિસકોલી
ખિસકોલી
મારે તે ઘર ને આંગણિયે
ચીકુડી, લીંબુડી ને જામફળી,
જામફળી, ચીકુડીના છાયડે રમે મજાની ખિસકોલી,
ચીકુ, જામફળ ખાઈ ખાઈ પાડે છે હેઠા
તોય મને ગમે મજાની ખિસકોલી,
જામફળ ખાવા પણ આવે છે વાંદરા
ચીકુનું દૂધ જોઈ ચીકુ ન ખાય વાંદરા,
શેડ પર કૂદાકૂદ કરે ઘણા વાંદરા
બીક લાગે તેવો અવાજ કરે વાંદરા,
શેડ તૂટવાની બીકે મારી જામફળી કપાણી
જામફળી કપાતા ભાગી ગઈ ખિસકોલી,
મારા ઘરમાંથી લુપ્ત થઈ ગઈ ખિસકોલી
હવે જામફળ કપાયાનો પસ્તાવો થાય ઘણો,
હવે ક્યાંથી દેખાય મજાની રમતી ખિસકોલી
મને બહુ મન થાય રમતી જોવાની ખિસકોલી.
