મારા શિક્ષક
મારા શિક્ષક
1 min
319
સુલેખન કરાવતા સારા અક્ષર માટે
શ્રુત લેખન કરાવતા ભાષા જોડણી માટે,
મારા શિક્ષક,
વાર્તાલેખન કરાવતા શબ્દભંડોળ માટે
વાંચીને લખવા આપતા અર્થગ્રહણ માટે,
મારા શિક્ષક,
ચિત્રો જોડવા આપતા તર્કશક્તિ માટે
દાખલા ગણાવતા ગણનશક્તિ માટે,
મારા શિક્ષક,
એનસીસીના કેમ્પમાં લઈ જતા દેશ માટે
આવતીકાલના ભાવિને ઘડતા દેશ માટે,
મારા શિક્ષક,
બોધ કથાઓ કહેતા બોધ શીખવવા માટે
આમ સર્વ પ્રકારનું જ્ઞાન પીરસી આપતા,
મારા શિક્ષક.
