રવિવાર
રવિવાર
1 min
136
ક્યારની હું રાહ જોતી તારા વારની
ને તું આવી પહોંચ્યો પળવારમાં,
ક્યાં વહી ગયું મારું અઠવાડિયું
પહોંચી ન શકી ત્યાં પળવારમાં,
છ દિવસનો થાક ઉતારવાને
સખી સંગાથ ફરવાને બાગમાં,
બાળકને ભણતરમાંથી મુક્ત કરવાને
તેને લઈ જાઉં સિનેમા ઘરમાં,
પિયુના બધા શોખ પૂરા કરવાને
તેની સાથે હોંશથી જાઉં હોટલમાં,
દાદા-દાદીને ખુશ કરવાને
લઈ જાઉં સવારે શિવ મંદિરમાં,
મારા બધા શોખ પૂરા કરવાને
બોલાવે ઉરુ હર રવિવારને.
