હોળી આવી
હોળી આવી
હોળી આવી, હોળી આવી
ઢગ ભરી કેસૂડા લાવી
વસંતના વધામણા લાવી
હોળી આવી........
બાળકો માટે પિચકારી લાવી
અબીલ ગુલાલ રંગ લાવી
હોળી આવી........
ખજૂર, ધાણી, ચણા, લાવી
હારડાઓનો હાર લાવી
હોળી આવી.........
ગળ્યા ગળ્યા માલપૂડા લાવી
ઘઉ તણી દેશી મેગી લાવી
હોળી આવી.
