આવ મેહુલા
આવ મેહુલા
1 min
265
અષાઢ ગયો અડધો,
ધરતીને લાગી તૃષા,
હવે તો તું આવ મેહુલા,
આદ્રા પણ બેસી ગયા,
મોર કરે ટહુકાર,
હવે તો તું આવ મેહુલા,
બાળકે બનાવી હોડી,
તેને ખુશ કરવા કાજ,
પણ તો તું આવ મેહુલા,
તડપે મારા આજ કાન,
સાંભળવા ડ્રાઉં ડ્રાઉં,
હવે તો તું આવ મેહુલા,
તાતે મીટ માંડી આભે,
ધરતીના તાત કાજે,
હવે તો તું આવ મેહુલા.
